હું પારકી કે પોતાની ? - ભાગ-1

(16)
  • 4.9k
  • 4
  • 1.7k

"રોહિણી કેટલીવાર છે ? મારે ઓફીસ જવાનું મોડું થાય છે, કેટલીવાર તને કહ્યું કે મારું ટિફિન તારે રેડી રાખવાનું ? તારી લીધે રોજ મારે મોડું થાય છે અને પછી મારા બોસની મારે ગાળો સાંભળવાની !"તુષાર ગુસ્સામાં દરવાજા પાસે ગુસ્સે ભરાયેલા સ્વરમાં બુમો પાડી રહ્યો હતો.રોહિણી ફટાફટ ટિફિન પેક કરી રાજધાનીની ઝડપે દોડતી તુષાર પાસે આવી અને ઊભી રહી ગઈ, તુષાર પણ ગુસ્સામાં જ ટિફિન રોહિણીના હાથમાંથી ખેંચી અને દરવાજા બહાર નીકળી ગયો.રોહિણી દરવાજા પાસે જ ઊભી રહી ગઈ, હવે રોજ આ ઘટના બનતી રોહિણી ઉપર વાતે વાતે તુષારનો ગુસ્સો ઠલવાતો, રોહિણી પણ મૂંગા મોઢે બધું જ સાંભળી લેતી તેને કોઈ ફરિયાદ