પ્રગતિ ભાગ - 9

(22)
  • 3.3k
  • 1.5k

" વી નીડ વન કોલ્ડ કોફી એન્ડ વન ગ્લાસ ઓફ ઓરેંજ જયુસ...... ઇન 402.......યસ થેન્ક્સ. " પ્રગતિએ ફોન મુક્યો. ફરી પોતે ખુરશી પર આવીને લેપટોપ સામે બેઠી અને કામ કરવા લાગી. પાંચ સાત મિનિટ પછી લેપટોપની બાજુમાં પડેલા પ્રગતિના ફોનની રિંગ વાગી........ સ્ક્રીન પર નામ હતું ' ડોલી '. એ જોઈને હમણાં પ્રગતિએ ફોન ઉઠાવાનું ટાળ્યું કારણ કે અત્યારે કામ વધુ જરૂરી હતું અને વળી ડોલી અડધી કલાક પહેલા ફોન મુકશે નહીં એવી પ્રગતિને ખાતરી હતી. ફોનને એકબાજુ મૂકીને પ્રગતિ પોતાના કામમાં પરોવાઈ. લાંબા સમય સુધી એ કામમાં મશગુલ હતી માટે જ