" તારે મોટાભાગનું કામ તો મારી સાથે જ કરવું પડશે. વિવેકને તો મેં પાર્ટીઓ એટેન્ડ કરવા માટે આ કામમાં સાથે રાખ્યો છે " પ્રગતિને કેહતા કેહતા સુમિત્રા બંસલ હસી પડ્યા. પ્રગતિને નવાઈ લાગી કે આવો સામાન્ય દેખાવ ધરાવતી સ્ત્રી ને ફેશનની સમજ કઈ રીતે હશે....! પ્રગતિ હજુ વિચાર કરી રહી હતી ત્યાં જ સુમિત્રા બંસલ સમયસૂચકતા જોઈને પ્રગતિને એની સાથે વાત કરવા, કામ સમજાવા તેમજ ઓફિસ બતાવવા લઈ ગયા જેથી વિવેક જમી શકે. સવારના નવ વાગ્યાના નાસ્તા પછી સવા ચાર થઈ ગયા હતા વિવેક હજુ જમ્યો નહતો માટે એક મા તરીકે