ખાલીપો - 13

(14)
  • 3k
  • 1.1k

તે દિવસે દીપકને મળ્યા પછી હું મારા લગ્નની તૈયારીઓમાં ખોવાય ગઈ. દીપકને મળ્યા પછી દિલ એકદમ હળવું લાગતું હતું. એ હજુ મને કેટલી સમજે છે ! મને સૌથી મોટો ડર હતો મારા ભાવિ પતિદેવને આ બધું કેમ જણાવીશ? જેમ જેમ લગ્નનો દિવસ નજીક આવતો હતો એમ એમ મારી આ ઉપાધિ વધતી જતી હતી. લગ્ન પછી જો એમને ખબર પડશે તો એક ભૂલના લીધે મારી આખી જીંદગી બગડી જશે એટલે આ વાત મારે લગ્ન પહેલા ક્લિયર કરવી જરૂરી હતી. સગાઈ અને લગ્નના વચ્ચેના ગાળામાં અમે ક્યારેક ક્યારેક ફોનમાં વાત કરતા હતા. હું બસમાં બેસીને બાજુના નાનકડા શહેરના ટેલિફોન બુથ પર જતી