વીતેલા વર્ષનું સરવૈયું: "નિષેધ કોઈનો નહિ,વિદાય કોઈને નહીં, હું શુદ્ધ આવકાર છું, હું સર્વ સમાસ છું." કવિશ્રી રાજેન્દ્ર શુક્લની આ સુંદર પંક્તિ સાથે વિતેલા વર્ષને યાદ કરીએ.2020નુ વરસ, દર વર્ષની જેમ મધુર અને કડવી યાદો સાથે જશે. વિદાય લઈ રહેલા વર્ષ 2020 માં સમગ્ર દેશની એક ઝલક જોઈએ તો વર્ષ ૨૦૨૦ના પ્રથમ બે મહિના જાન્યુઆરી અને ફેબ્રુઆરી બાદ માર્ચ મહિનાથી સમગ્ર દેશને કોરોના મહામારીના વિકરાળ પંજાએ ભરડો લીધો. ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૦ના નમસ્તે ટ્રમ્પ ની અમદાવાદમાં ભવ્ય રેલી એ સૌનું સૌથી વધુ આકર્ષણ જમાવ્યું હતું. મૂળ સભા પહેલા મોદી