યૂહીં કોઈ છોડકર નહિ જાતા

(13)
  • 4.3k
  • 1
  • 1.3k

સવારના પાંચ વાગ્યા અને ફોનનું એલાર્મ રણકવા લાગ્યું. એલાર્મના અવાજે જયદીપની ઊંઘ બગાડી. જયદીપે તેનો ફોન લઈને એલાર્મ બંધ કર્યુ અને ફરી સુઈ ગયો. પાંચ મિનીટ પછી ફરી એલાર્મ વાગ્યું અને ફરી જયદીપે એલાર્મ બંધ કર્યું. તે જોબ પર ટાઈમે પહોંચી શકે એ માટે તેણે ઘણા બધા એલાર્મ સેટ કર્યા હતા. ત્રીજી વખત એલાર્મ વાગતા જયદીપ ચિડાયો અને તેણે ફોન લેવા માટે ફરી ટેબલ પર હાથ ફેરવ્યો. ફોનને હાથ અડતા ફોન ટેબલ પરથી નીચે પડ્યો અને સ્વીચ ઓફ થઇ ગયો. જયદીપને ખૂબ ઊંઘ આવતી હતી તેથી તેણે ફોન પર ધ્યાન આપ્યું નહિ અને તે ફરી સુઈ ગયો. થોડીવાર પછી