વેધ ભરમ - 29

(196)
  • 9.8k
  • 6
  • 5.6k

વહેલી સવારે રિષભની ઊંઘ મોબાઇલની રિંગ સાથે જ ઉડી. મોબાઇલ ઉપાડતા જ રિષભને શુભ સમાચાર મળ્યા. કબીરને લઇ હેમલ અને અભય હેડક્વાર્ટર પહોંચી ગયા હતા તેની જાણ કરવા માટે જ હેમલે ફોન કર્યો હતો. આ સાંભળી રિષભ બોલ્યો “વેલડન બોય્સ. ગુડજોબ. તેની બધી જ લીગલ પ્રોસીઝર પતાવી તમે લોકો ઘરે જઇ ફ્રેસ થઇ જાવ. ત્યાં સુધીમાં હું પણ સ્ટેશન પર આવી જાવ છું.” સવાર સવારમાં સારા સમાચાર મળતા રિષભ ઉત્સાહમાં આવી ગયો. જો કે રાત્રે જ હેમલે ફોન કરી મુંબઇથી નીકળતી વખતે જાણ કરી દીધી. પણ રિષભને હતુ કે તે સુરત પહોંચશે ત્યાં સુધીમાં કોઇ પોલીટીકલ પ્રેશર આવશે. પણ એવુ