અજીબ કહાની પ્રિયાની... - 7

(35)
  • 3.9k
  • 4
  • 2k

કમલેશભાઈ અને માયાભાભીનાં બહાર ગયાં પછી સુશીલને પ્રિયા સાથે વાત કરવાની સરખી છૂટ મળી ગઈ હોય એવું લાગ્યું. એણે પોતાનું ગળું જરા ખંખેર્યું. સ્વસ્થ થયો. વાત કરવાની શરૂઆત કરી..."બ્યૂટીફૂલ.""હં""યો..ર..ડ્રેસ ઈઝ સો બ્યૂટીફૂલ.""થેન્ક યૂ." પ્રિયા જરા શરમાતા બોલી."તમારાં શોખ વિશે જણાવો.""મને વાંચવાનો, સંગીત સાંભળવાનો ઘણો શોખ છે.""ઓહ...અચ્છા...""ને તમારાં શોખ?" પ્રિયાએ પૂછ્યું."વેલ....મ્યૂઝિક સાંભળવાનો શોખ તો મને પણ છે. ઉપરાંત મને પેન્ટિંગ કરવાનો પણ શોખ છે.""અચ્છા.." પ્રિયા માથું હલાવતી બોલી."તમારી પસંદ, નાપસંદ વિશે પણ મને સાંભળવાનું ગમશે." સુશીલ બોલ્યો.પ્રિયાએ પોતાની પસંદ વિશે કહ્યું પછી નાપસંદ વિશે બોલવા લાગી."મને રસોઈ કરવી પસંદ છે, મને ભણવાનું પસંદ છે, સ્વચ્છતા પસંદ છે, વગેરે, વગેરે. નાપસંદગીમાં એણે