અજીબ કહાની પ્રિયાની..... - 6

(37)
  • 4.1k
  • 2
  • 2.1k

દિવસો નિયમિત રીતે પસાર થઈ રહ્યાં હતાં. પ્રિયાની પરીક્ષા પૂરી થઈ ગઈ હતી. સુશીલ દુબઈથી આવી ગયો હતો. આજે એટલે કે અઢાર તારીખે એ પ્રિયાને પહેલીવાર મળવા એનાં ઘરે આવવાનો હતો. કમલેશ, માયા અને પ્રિયા ત્રણેય સવારથી એનાં સ્વાગત માટેની તૈયારી કરી રહ્યાં હતાં. માયા અને પ્રિયા સવારથી કિચનમાં રસોઈની તૈયારી કરવા લાગી ગયાં હતાં. કમલેશ ઘરની ગોઠવણી વ્યવસ્થિત કરી રહ્યો હતો. રસોઈની લગભગ બધી જ તૈયારી થઈ ગઈ હતી. બસ સલાડ કટ કરવાનું બાકી હતું. કાકડી , ટમેટાં ફ્રિજમાંથી બહાર કાઢી કટ કરવા માટે પ્રિયાએ ચાકૂ હાથમાં લીધું એટલે માયાભાભી બોલ્યાં..,"જાઓ , તમે હવે નવાં કપડાં પહેરી તૈયાર થઈ