અજીબ કહાની પ્રિયાની....- 4

(36)
  • 4.3k
  • 2
  • 2.4k

પ્રિયા ત્યાંથી નીકળ્યા પછી મોનિકાનાં ઘરે ગઈ, નોટ્સ લીધાં ને પછી પોતાનાં ઘરે આવી. "ભાભી હું આવી ગઈ છું. " એવું કહી સીધી પોતાનાં રૂમમાં જતી રહી. ફ્રેશ થઈ નોટ્સ લખવા બેસી ગઈ. બીજા દિવસે કોલેજમાં અસાઈન્મેન્ટ્સ હતાં એની તૈયારી કરવા લાગી. થોડીવાર માંડ થઈ હશે ને માયાભાભીનો આવાજ કાને અથડાયો,"પ્રિયાબેન.... ઓ... પ્રિયાબેન.""હં... ભાભી.""બહાર આવો તો...""આવી.. ભાભી..""હું શાંતામાસીનાં ઘરે જાઉં છું. હમણાં કલાકમાં આવી જઈશ. કપડાં લઈ લેજો. ભાખરી શાકની તૈયારી કરી દેજો, ત્યાં સુધી હું આવી જઈશ."પ્રિયાએ માથું હલાવી હા પાડી. ભાભીનાં ગયાં પછી દરવાજો બંધ કરી પ્રિયાએ અસાઈન્મેન્ટની તૈયારી કરવા માંડી. ભણીને પછી સૂકાયેલાં કપડાં લીધાં, વાળીને ઠેકાણે