અંગત ડાયરી - દેર ના હો જાયે કહીં..

  • 5.1k
  • 1
  • 1.5k

અંગત ડાયરી ============શીર્ષક : દેર ના હો જાયે કહીં... લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ :૨૭, ડીસેમ્બર ૨૦૨૦, રવિવાર કેવું વિચિત્ર કહેવાય નહીં? આપણા જીવનના બે મહત્વના પરફોર્મન્સ વિષે આપણને નહીં, બીજાને જાણ કરવામાં આવે છે. એક, આપણે જન્મીએ, ખુલ્લા આકાશમાં પ્રથમ શ્વાસ લઈએ, એ એવોર્ડ વિનિંગ પરફોર્મન્સ બદલ આપણી બદલે ડોક્ટર આપણા મમ્મી પપ્પાને કોન્ગ્રેચ્યુલેશન્સ આપે. બીજું, જયારે આપણે જિંદગીનો અંતિમ શ્વાસ લઈએ, બધું જ છોડીને જતા રહીએ ત્યારે, આશ્વાસન આપણને આપવાની બદલે આપણા સ્વજનોને આપવામાં આવે. આ બંને પ્રસંગે આપણે જીવને દાવ પર લગાડ્યો હોય છે એનો અહેસાસ શું જગતને નહીં હોય? તમે શું માનો છો? નહીં હોય?યુવાન