કૂબો સ્નેહનો - 53

(24)
  • 3.3k
  • 1
  • 1.2k

? આરતીસોની ? પ્રકરણ : 53 આટલા બધા વખત પછી કોમામાં સરી પડેલો વિરાજ ભાનમાં આવતા અમ્મા અને દિક્ષાની ખુશીઓ સમાતી નહોતી, પણ આવી ખુશીની ઘડીએ દિક્ષાને કશુંક મનોમન સતાવી રહ્યું હતું.. સઘડી સંઘર્ષની...... ❣️કૂબો સ્નેહનો❣️ અમ્માના મનમાં હરખ ઝરમર ઝરમર થતો હતો. મનમાં અંદર બેઠેલા કિરદારોયે ગીત ગુણગુણાવી વિરાજની આંગળી ઝાલી એના બાળપણ સાથે ગોષ્ઠિ કરવા લાગ્યા હતાં. આટલા વખતથી વિરાજ કોમામાં હોવાથી શરીરની માંસપેશીઓ અક્કડ થઈ ગઈ હતી. એને હલનચલનમાં તકલીફ પડી રહી હોવાથી, ડૉકટરે આવી ઇન્જેક્શન આપી જણાવ્યું હતું, "હમણાં આરામ જ કરવો પડશે, એક્સરસાઇઝ અને માલીશ કરવાથી ધીરે ધીરે માંસપેશીઓ ખુલતી જશે.." અને દિક્ષાને