(શ્રુતિના મમ્મીનો જન્મદિવસ હોવાથી ગંગોત્રીના ઘાટ પર પૂજા કરાવી એ અને એના પિતા બંને મીઠાઈની એક દુકાનમાંથી બધા પ્રવાસીઓને આપવા માટે લાડુ ખરીદે છે. જ્યારે એના પપ્પા ધીમે-ધીમે પાછળ આવે છે. ત્યારે શ્રુતિ આગળ એની મમ્મીને જ્યાં બેસાડ્યા હોય છે ત્યાં જાય છે. ત્યાં હાલ ઝઘડો ચાલુ હોય છે. હવે આગળ...) શ્રુતિ જ્યારે એની મમ્મીની નજીક આવી ત્યારે બધા વહીલચેર ખેંચનાર ભાઈઓ ઝઘડતા હતા, નજીક ગઈ ત્યારે ખ્યાલ આવ્યો કે એ બધા એની મમ્મીને બસ સ્ટેન્ડ સુધી લઈ જવા માટે ઝઘડી રહ્યા હતા. શ્રુતિ જેવી નજીક આવી તો એ બધા જ એની નજીક આવી ચર્ચા કરવા લાગ્યા. શ્રુતિએ બધાને શાંત