" આવી ગઈ આરુ બહું લેટ થઇ ગયું આજે.." અજેશભાઈ સોફા પર બેઠા ચા પીતા હતા અને આરુષિ ને જોઈ બોલે છે. " હા પ્રોજેક્ટ નું કામ હતું તો જાન્વીના ઘરે હતા. " આટલું બોલી રૂમ માં જતી રહે છે. અજેશભાઈ મુંઝવણમાં બોલે છે." રમા.. આરુને કંઈ ટેન્શન છે.. આજકાલ ગુમસુમ રહે છે.." "એવું કંઈ નથી.આ પ્રોજેક્ટ ને બધું અને એક્ઝામ પણ આવે છે.. એટલે એમાં પડી છે.. એટલે તમને એવું લાગે છે." રમાબેન અજેશભાઈ નું મન માનતું નથી પણ આગળ કંઈ બોલ્યા વગર ચા પીવા માંડે છે.