પતિ પત્ની અને પ્રેત - 9

(88)
  • 6.9k
  • 2
  • 3.5k

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૯રેતાએ રિલોકને અટકાવ્યો પણ એનો ગુસ્સો વ્યાજબી લાગતો હતો. ટેમ્પો ડ્રાઇવર શીવલાલે અત્યાર સુધી કહેલી બધી વાત દવાખાનું બંધ જોયા પછી અને ત્યાં મળેલા વૃધ્ધની વાતથી ખોટી ઠરતી હતી. રેતાએ રિલોકને અટાકાવ્યો છતાં તેણે શીવલાલની ફેંટ છોડી નહીં. તેને શીવલાલ પર ભારે ગુસ્સો આવતો હતો:"ભાભી, આ લાતોના ભૂત છે, વાતોથી માનશે નહીં. એણે આપણાને ગેરમાર્ગે દોર્યા છે. જો કાર ખીણમાં પડી ગઇ હોય તો અકસ્માત પછી એમાંથી વિરેન કેવી રીતે બચીને બહાર નીકળી શક્યો હોય? કાર ખીણમાં પડી ગયા પછી વિરેનને તેણે જોયો હોવાની વાત મને તો પહેલાંથી જ માનવામાં આવતી ન હતી. આપણે આને