પરાગિની - 40

(44)
  • 4.8k
  • 2
  • 2.2k

પરાગિની - ૪૦ શુક્રવારનો દિવસ આવી જાય છે. રિની તૈયાર થઈને નાસ્તો કરતી હોય છે. આશાબેન રિનીને પૂછે છે, તું સેક્રેટરીનું કામ છોડી મોડેલીંગનું કામ કરવા લાગી? રિની- ના, તો... કેમ? આશાબેન- આખાં શહેરમાં તારા અને એક છોકરાંનાં જ પોસ્ટર લાગ્યા છે. રિની- એ મારા બોસ છે અને તે સમયે કોઈ મોડલ નહોતી એટલે નમનનાં કહેવા પર ફોટો પડાવવા પડ્યા...! નમન- હા, આંટી... રિની તો ના જ કહેતી પણ અમારી પાસે છેલ્લો દિવસ હતો પ્રોજેક્ટ સબમીટ કરવા માટેનો...! આશાબેન- આમ તો સારી લાગે છે તું... રિની- થેન્ક યુ મમ્મી...! મમ્મી... હું, એશા અને નિશા બે-ત્રણ દિવસ માટે બહાર જઈએ છે..