અનાથ બાળકોની આઝાદી

  • 3.8k
  • 1
  • 1.1k

સવારે દસ વાગે એટલે હું નિત્યક્રમ પ્રમાણે ગાંધી રોડ થઇને શાળામાં જતો.આ રોડથી મારા જેવા ઘણા લોકો પોતાની મંજિલ પર જવા માટે નીકળતા. એમાંથી કેટલાક લોકોને નામથી ઓળખતો હોવ તો કેટલાકને માત્ર ચેહરથી જ ! મારી એક ટેવ હતી કે રસ્તામાં મળતા લોકોનું નિરીક્ષણ કરતો.પોતાના કામે જવા લેટ પડેલ લોકો, સમયની ગતિથી પણ તેજ ચાલતા તો કેટલાક લોકો માત્ર લટાર મારતા ચાલતા જતા હોઈ. હું ગાંધી રોડથી શાળા તરફ પસાર થાવ ત્યારે રસ્તાની બાજુમાં કેટલાક બાળકો ભીખ માગતા હતા.હું રોજ આ બાળકોને એક એક ચોકલેટ આપતો અને એની સાથે નિશાળે જવાની મફતમાં સલાહ આપતો.ક્યારેક આવા ભીખ માગતા