પ્રકરણ ૮ પ્રણવ આમતો લાગણી ભુખ્યો માણસ,,એટલે લજ્જા સાથે લગ્ન જીવન ઠીક ઠીક ચાલ્યુ..પણ જ્યાર થી લજ્જા અપેક્ષા ગ્રસ્ત થઈ ત્યાર થી લજ્જાની અપેક્ષાઓ વધતી ગઈ અને તે અપેક્ષા ઓ પુરી ન થાય એટલે પ્રણવ તરફનો અણગમો છણકા સ્વરુપે બહાર આવે. લજ્જાને એ છણ્કાની માઠી અસર સમજાય તે પહેલા તો તેનો પ્રણવ અન્ય રાજ રોગ ડિમેંચાનો શિકાર બની ગયો.. સામાન્ય લાગતા પ્રણવને આ રોગ લાગી ચુક્યો છે તેની નોંધ ચોવીસ કલાક સાથે રહેતી દિકરી એ શોધી કાઢ્યુ.કે પપ્પા નોર્મલ નથી. લજ્જા કહે પ્રણવ્ નાં નાટક્ને ઓળખવા માટે મને ૪૦ વર્ષનો અનુભવ છે.,તેને કશું નથી. કહેતા તો કહી દીધુ પણ લજ્જા