વ્હાલમનાં સથવારે- લજ્જા ગાંધી - 3

  • 3.6k
  • 1.4k

પ્રકરણ ૩ ગાંધીધામમાં લજ્જાનો પત્ર જોઇને પ્રણવ પ્રસન્ન થઇ ગયો. બહુ ધ્યાન થી ચીપી ચીપીને સરસ અક્ષરે લખાયેલ પત્ર તેને ગમ્યો. ખાસ તો સંબોધન ગમ્યું. લજ્જાનો પ્રણવ …વાહ! તેં મારા મનની વાત કહીં. વિવાહ થયા પછી હું તારો જ છું. અને ઇચ્છું કે તારો જ રહુ. ઝડપભેર વાંચી લીધા પછી તે સમજી ગયો કે લજ્જા ખરા મનથી એક જ વાક્ય લખ્યુ છે. ગમતું નથી મને લૈ જા. તો અહીંયા મને પણ ક્યાં ગમે છે? તારી અને મારી બંને ની દશા અને હાલત એક જેવી જ છે. તેણે મારા પત્ર નાં ગુલાબો વિશે ક્યાંય નથી લખ્યું અને જે લખ્યુ છે તે