પ્રકરણ ૨ જમાઈને પુછોતો ખરા એ જવા માંગે છે કે નહીં? પ્રણવ મનમાં બોલ્યો,,,પછી તેને જ યાદ આવ્યું તેણી જાતેજ કહ્યું હતું કે વહેલી સવારે નીકળી જશે. સાસુમાએ તો ગરમ ગરમ સેવો, ખાખરા અને મઠિયાનાં નાસ્તા સાથે ચા અને કઢાયેલ દુધનો કટોરો આપ્યો હતો. પ્રણવને તો જવું જ નહોતુ પણ સાસુમાનો દેકારો આખા ફળીયાને જગાડી મુકવા પુરતો હતો. જાણ કર્યા વિના આવ્યો હતોને? પ્રણવ પોતાની જાતને વઢ્તો હતો લજ્જા મનોમન સમજતી હતી પણ હવે થાય પણ શું? પાછા નાના સાળા એકલને પણ જગાડી મુક્યો હતો કે બસ સ્ટેંડ ઉપર તે લજ્જાની સાથે જાય. પાંચ અને પંદરે બસ આવી.. કમને લજ્જાનો