વ્હાલમનાં સથવારે- લજ્જા ગાંધી - 1

(11)
  • 3.7k
  • 1.9k

અર્પણ ડૉ બેલડી ડૉ આનંદ અને ડૉ.ચંદન (ઈઝાબેલ) પ્રકરણ-૧ લજ્જા તેનાં નામ જેવાજ ગુણ.પણ લગ્નજીવન નાં ૪૫માં વર્ષે તે બોલી “મારું કહ્યું તું માનતો નથી એટલે મને તું ગમતો નથી પણ તારા વિનાય મને ગમતું નથી.” પ્રણવ લજ્જાને જોઇ રહ્યો.પહેલા ઘા કરે અને પછી તે વાળી લે એમ કરતા તો ૪૫ વર્ષ વહ્યાં અને હવે પણ બાકીનાં વર્ષો નીકળી જશે એમ માનીને તે બોલ્યો "લાજો હવે કેટલા બાકી રહ્યાં કે તમને મારી સાથે ફાવતું નથી? મને તો તમારી સાથે જલસા જ છે.ખાવાનું સરસ બનાવો છો અને ચા તો હું જાતે બનાવી લઉં છુ. તેથી મને તો કોઇ જ ફરિયાદ નથી..