*એક વધુ બલિ* વાર્તા.. ભાગ- ૩ ક્રાઈમ સ્ટોરી... ૧૦-૬-૨૦૨૦... શુક્રવારઆજે બન્ને સાથે ઓફિસ પહોંચ્યા.... અને સ્ટાફ ના સભ્યો નું અભિવાદન ઝીલતા ઝીલતા પોત પોતાની કેબિનમાં બેઠાં...આજે વિરલને રાઘવ જોડે વાત કરવાની ઉતાવળ બહું હતી...એ રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે લંચ બ્રેક પડે અને એ રાઘવ જોડે વાત કરે અને તાંત્રિક બાબા વિશે પૂછપરછ કરી મળવા નો સમય જાણીને જલ્દી મળું એવી તાલાવેલી લાગી હતી વિરલને....ઓફિસ નાં કામમાં મન લાગતું નહોતું...એ જ્યાં ત્યાં રૂટીન કામ કરતા હતા...પ્રિયા પોતાની કેબિનમાં બેસીને ફાઈલો માં ખોવાઈ ગઈ...અને નવાં ટેન્ડર મંજૂર કરવા માટે ઓફિસ ની સેક્રેટરી લીનાને બોલાવી ને બધી વાત કરી ને સમજાવ્યું...ઘરેથી