ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-41 અમોલ એની ઓફીસમાં નવી ઓફિસના ફોટાં જોઇ રહેલો અને ત્યાં જોસેફ એને અમોલની ઓફીસમાં લઇ આવ્યો. નીલાંગીએ ફોટા જોયાં અને બોલી "સર કેવી સરસ ઓફીસ બની રહી છે. કોન્ગ્રેચ્યુલેશન. અમોલે નીલાંગીને જોઇનેજ તરત પાસો ફેક્યો "હા આખાં મુંબઇમાં નહીં હોય એવી ઓફીસ બની છે. બધીજ લેટેસ્ટ વ્યવસ્થા એપ્લાયન્સીસ અને એકદમ ટોપ. હવે જોઇએ ત્યાં નવાં સ્ટાફમાં કેવી એપોઇન્ટમેન્ટ્સ મળે છે. ઘણો સ્ટાફ રાખવાનો છે અહીં જે સ્ટાફ છે એમાંથી સીલેક્ટ કરેલાંજ ત્યાં આવશે બાકીના આ ઓફીસમાંજ કામ કરશે. આ ઓફીસમાં પાપા બેસસે હું નવી ઓફીસમાં. આવુ બધુ સાંભળી નીલાંગી બોલી "ઓહ ઓકે સર. મને પણ આવી ઓફીસમાં