ભાગ - 3આગળના ભાગમાં આપણે જાણ્યું કે, રાજના પપ્પાના સ્કુટરને ધક્કો મારી, રાજના પપ્પા નીચે પટકાતા, તેમના સ્કુટરમાં ભરાવેલ પૈસાનો થેલો લઈને ભાગી રહેલ પેલા બે બુકાનીધારી વ્યક્તિઓનો રાજ પીછો કરે છે.બે બુકાનીધારીનો પીછો કરી રહેલ રાજ,થોડા જ અંતરમાં એ બંનેને પકડી લે છે. એ લોકો વચ્ચે ઝપાઝપી પણ થાય છે, રાજ, તેઓની સારી રીતે ધોલાઈ પણ કરે છે. ત્યાં સુધીમાં ઘટના સ્થળે, પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસની ગાડી આવી જતાં, રાજ, પોલીસને મોટી-મોટી હકીકત જણાવે છે, તેમજ તે તેના પપ્પાને સારવાર માટે હોસ્પિટલ મુકી વિગતવાર ફરીયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન આવવાનું જણાવે છે. પોલીસ, તે બંને આરોપીને લઈને પોલીસ સ્ટેશન જાય છે, જ્યારે બીજીબાજુ, રાજ પણ એમ્બ્યુલન્સ આવી