ગ્રાહક સુરક્ષા દિન: દર વર્ષે ૨૪ ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિન તરીકે ઉજવાય છે.ઈ.સ. ૧૯૮૬માં ગ્રાહક સુરક્ષા કાયદો ભારતમાં અમલમા આવ્યો. તે પહેલાં ઈ્સ.૧૯૭૨થી ભારતમાં ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિનો પ્રારંભ થઈ ચૂક્યો હતો.આ સપ્તાહ ગ્રાહકોને પોતાના અધિકારો પ્રત્યે જાગૃત કરી પોતાની ફરજ પ્રત્યે સભાન બનાવવાના હેતુથી ગ્રાહક સુરક્ષા સપ્તાહ તરીકે ઉજવાય છે. દરેક વ્યક્તિ કે જે પૈસા આપીને કોઈ વસ્તુ ખરીદે છે તેમને ગ્રાહક કહેવાય. દરેક વેપારી કે ઉત્પાદક પોતાનો માલ વેચી વધુને વધુ પૈસા કમાવા ઈચ્છતા હોય છે, અથવા પ્રયત્નોમાં લોભનું પ્રમાણ વધી જાય તો તેમના દ્વારા ગ્રાહક શોષણ થવાનો ભય પણ વધી જાય છે.