સુંદરી - પ્રકરણ ૫૫

(107)
  • 5.6k
  • 5
  • 3k

પંચાવન પ્રોફેસર્સ રૂમમાં ડીપાર્ટમેન્ટ ઓફ હિસ્ટ્રીની કેબિન સહુથી છેલ્લે એક ખૂણામાં હતી એટલે વરુણે તમામ કેબિનો તેમજ વચ્ચે રહેલા એક વિશાળ ટેબલને પસાર કર્યા અને ડીપાર્ટમેન્ટ ઓફ હિસ્ટ્રીની કેબિન પાસે આવીને અંદર પોતાનું ડોકું નાખ્યું. કેબિનમાં માત્ર જયરાજ જ બેઠો હોવાથી વરુણને મોટો હાશકારો થયો. “મે આઈ કમ ઇન સર?” કેબિનમાં પોતાનું ડોકું જ રાખીને વરુણે જયરાજની મંજૂરી માંગી. “અરે, કમ કમ કમ હિરો!” વરુણને જોતાંજ જયરાજના ચહેરા પર એક કુટિલ સ્મિત આવી ગયું. “તમે મને એલસી લેવા બોલાવ્યો છે એવું દેસાઈ સાહેબે કહ્યું, એટલે...” કેબિનમાં રહેલા ટેબલ સામે ઉભા રહીને વરુણે વાત શરુ કરી. કેબિન ખાસ મોટી