રેમન્ડો એક યોદ્ધો - 6

(42)
  • 2.9k
  • 1
  • 864

રેમન્ડો અને શાર્વી જાતર્ક કબીલા તરફ *********************** રેમન્ડો અમ્બુરાના શરીર સાથે ઝડપથી ગુફામાં ઘુસ્યો. એની પાછળ કમ્બુલા , શાર્વી , કમ્બુલાની પત્ની જેસ્વી અને એમની સાથે રહેલા સૈનિકો પણ ઝડપભેર ગુફામાં ઘુસ્યા. ગુફામાં પહેલેથી જ અંધારું તો હતું જ અને આ બધા એકસાથે ગુફામાં ઘુસ્યા એટલે એમના પગલાંના અવાજથી જોરદાર રીતે ગુફાની દીવાલો ધમધમી ઉઠી. રેમન્ડો પહેલા આ ગુફામાં જઈ આવ્યો હતો. પણ એ ઉતાવળમાં બધાને કહેવાનું ભૂલી ગયો કે ગુફાની અંદર અવાજ ના થાય એ રીતે પ્રેવેશ કરજો નહિતર આખી ગુફા દસઘણા અવાજથી ધમધમી ઉઠશે. આ ગુફાની રચના જ અજીબ રીતે થયેલી હતી જે પણ અવાજ થાય