શ્રાપિત ખજાનો - 19

(43)
  • 6.5k
  • 1
  • 3.6k

ચેપ્ટર - 19 આખો કાફલો એ દહાડ સાંભળીને ચોંકી ઉઠયો હતો. બધાની બંદૂક અત્યારે હાથમાં જ હતી અને સાવચેતીથી એ આગળ વધી રહ્યા હતા. વિક્રમ આમતેમ નજર નાખી રહ્યો હતો. જે પ્રકારની એ દહાડ હતી એ પરથી વિક્રમને અંદાજ આવી ગયો હતો કે આ વાઘની દહાડ હતી. સિંહ તો આ જંગલોમાં છે નહીં, અને ચિત્તો આ રીતે દહાડતો નથી. પાક્કું આ વાઘ જ છે. એણે કહ્યું, "મિ.મહેરા, આપણે વાઘના ઇલાકામાં આવી ગયા છીએ. જલ્દી અહીંથી નીકળવું પડશે. જલ્દી ચાલો બધા." એની વાત સાંભળીને બધાની આંખોમાં ભય ઉતરી આવ્યો.