શ્રાપિત ખજાનો - 18

(41)
  • 6.3k
  • 3
  • 3.3k

ચેપ્ટર - 18 "મને જરા સમજાવ તો કે આપણે એક્ઝેકલી કઇ જગ્યાએ જવાનું છે?" ધનંજયે વિક્રમને પુછ્યું. ધનંજય વિક્રમ અને રેશ્મા સાથે આગળ કઇ રીતે જવાનું છે એના વિશે પુછી રહ્યો હતો. કારવર શહેરથી નીકળ્યાની એક કલાક થઇ ગઇ હતી. બ્લેક કલરની ક્લોઝ જીપમાં ધનંજય, ડો.વનિતા, વિક્રમ અને રેશ્મા સાથે ધનંજયનો ડ્રાઈવર દર્શ, કે જે જયપુર બસ સ્ટેન્ડ પર વિક્રમ અને રેશ્માને લેવા આવ્યો હતો, એ પણ એમની સાથે આ સફરમાં જોડાયો હતો. પાંચ ફૂટ સાત ઇંચના આ દર્શનું શરીર એકદમ કસરતી અને મજબૂત બાંધાનું હતું એ એના હાફ સ્લીવ વાદળી ટીશર્ટમાં