તારાથી દુર આવીને અહેસાસ થાય છે કે.. કેટલું મુશ્કેલ છે....તારી વગર રહેવુ.. તારી બહું યાદ આવે છે.. આટલા શોર્ટ ટાઇમમાં તારાથી આટલી નજીક આવી જઈશ.. એ વિચાર્યું પણ ન હતું..." આરુષિ(હા મેં પણ ક્યાં વિચાર્યું હતું) મનમાં અયાનને થાય છે." હા આરુ... મારી પણ એ જ હાલત હતી.. તને ખબર છે કેવી રીતે ટાઈમ કાઢ્યો છે.. ખરાબ વિચારો આવતા હતા..કે તું મારાથી દૂર થઈ જશે..." " બસ.... એવું ના બોલીશ... ગમે તે થાય પણ તારાથી દુર નહીં થાઉં...લવ યુ સો મચ....એન્ડ. હા પેલો મારી મમ્મી નો નંબર છે. હવે પછી એ નંબર પર ફોન ના કરતો.. મેં ફોન લઈ લીધો છે..