જીભ એ સ્વાદનો આધારકાર્ડ છે..! કુત્તેકા ભી એક દિન આતા હૈ મામૂ..! એમ પાપડીના પણ દહાડા આવે. ઉબાડિયું એ પાપડીનું ફેસિયલ છે. ઉબાડિયું એટલે, પાપડીનો માનવ ‘મેઈડ’ અવતાર..! પેટ છૂટી વાત કરું તો, આદુ અને હળદર ઓળખવામાં હું આજે પણ અબુધ છું. મારા કરતાં મારી જીભ વધારે ભણેલી હોય એમ, કોનો સ્વાદ કેવો હોય એની એને ખબર. કારણ કે જીભ એ સ્વાદનો આધારકાર્ડ છે. આપણને તો જે પચ્યું એ પાચક, ને બાકીનું જાણે મારો વાંચક.! એટલી જ ખબર કે, પાપડીઓમાં પણ જાતિ પ્રથાનું દુષણ હોય છે ખરું..! માથે માથે જુદી બુદ્ધિ. એમ ગામેગામની અલગ