પ્રેમની સાંકળ

(12)
  • 3.8k
  • 952

સંધ્યાનો સૂરજ ધીમે ધીમે ઢળે છે. જવાનીના ઉંબરે ચડતો હમીર એક નધણિયાતું સંતાન ડુંગરા ખુંદતો ઘરે આવે છે. એના ઘેટા - બકરાની સંગાથે. સૂરજ પણ સંતાવાની ઉતાવળમાં છે. હમીર એના દાદાના દૂરના લોહીના સગા એવા અરજણને ત્યાં ઉછરે છે. દિવાળીના દા'ડે હમીર પૂરો અઢારનો થશે. એના ઘેટા - બકરા હમીરની સિસોટીની હારે હારે ઘરે જવા દોટ મૂકે છે. એક પછી એક ઢોળાવ ઉતરતું એ 'વાઘ' જયારે ગામને છેડે આવેલ છેલ્લા ઘરના વળાંકે બેં....બેં...બેં... કરતા આગળ વધે છે ત્યારે ગીદેડાને પણ ભાગતા ભાગતા હમીર પુચકારતો પુચકારતો આગળ વધે છે. આજે એણે મીઠી સીટી વગાડી એ સાથે જ બકરાઓએ બેં..બેં...બેં....ની સરગમ ચાલુ