ગુલામ – 15

(75)
  • 3.8k
  • 8
  • 2k

ગુલામ – 15 લેખક – મેર મેહુલ ( લોકડાઉનની મુસીબત – 2 ) અભય સાથે અન્યાય થયો હતો. પોતે ભૂલ નહોતી કરી એની સજા તેને મળી હતી. પોતાનાં પિતા પાસેથી એવા કડવા વચનો સાંભળવા મળ્યાં હતા જે માત્ર એક પુત્ર જ નહીં પણ કોઈપણ વ્યક્તિનાં આત્મસન્માનને ઠેસ પહોંચાડી શકે એવા હતાં. હંમેશાની જેમ બીજા દિવસની સવાર એવી રીતે જ ઊગી જેમ ગઈ રાત્રે કંઈ બન્યું જ ના હોય. વહેલી સવારે ભુપતભાઇએ અભયને પાણી વાળવા જવા કહ્યું, અભય કંઈ પણ બોલ્યાં વિના ઋષિ સાથે ખેતરમાં ચાલ્યો ગયો. આ એ જ સમય હતો જે અભય પોતાની દલીલો પિતા સામે નહોતો