ગુલામ – 14

(83)
  • 4.1k
  • 7
  • 2.1k

ગુલામ – 14 લેખક – મેર મેહુલ ( લોકડાઉનની મુસીબત – 1 ) માર્ચ, 2020 અભયે સરકારી નોકરી લેવાની ગાંઠ મનમાં બાંધી લીધી હતી. હવે સરકારી નોકરી પછી જ પિતાની ગુલામીમાંથી છૂટી શકે એવું અભયે સ્વીકારી લીધું હતું. તૈયારી માટે અભયે વ્યવસ્થિત વ્યૂહરચના બનાવી હતી. તેનો એક દોસ્ત 2018ની કંડક્ટરની ભરતીમાં પાસ થઈ ગયો હતો એની પાસેથી માર્ગદર્શન મેળવીને ભાડા અને લગેજનાં દાખલા શીખી લીધાં હતાં. ધોરણ – 9 10 ની ગુજરાતી તથા સામાજિક વિજ્ઞાનનાં પુસ્તકો લાવીને વાંચી લીધાં હતાં તથા ગુજરાતનું કરન્ટ અફેર પણ તૈયાર કરી લીધું હતું. અભયને ધોરણ – 10 તથા 12માં સારા એવા ટકા આવ્યાં