ગુલામ – 12

(67)
  • 3.3k
  • 5
  • 1.7k

ગુલામ – 12 લેખક – મેર મેહુલ ( બિનસચિવાલયની તૈયારી – 1) જૂન, 2019 અભય વહેલો જાગીને વાંચવા બેસી ગયો હતો. અડધી કલાક વાંચ્યા પછી તેનું મન ભટક્યું એટલે થોડીવાર હવા ખાવા માટે બહાર નીકળ્યો. તેનાં બા રોટલી કરતાં હતાં અને પીતાં શિરામણ. “આજે મારું ટિફિન બનાવજો બા” અભયે આળસ મારોડતાં કહ્યું. “બપોર હુધી ખેતરમાં કામ છે, જમીને વાંચવા હાલ્યો જાજે” ભુપતભાઇએ ભાખરીનું બટકું ચાવતાં ચાવતાં કહ્યું. અભયે પરાણે માથું ધુણાવ્યું અને અંદર ચાલ્યો ગયો. બપોર સુધી અભયે ખેતરમાં કામ કર્યું, જમીને પછી એ ઉદયનાં ઘરે વાંચવા ચાલ્યો ગયો. ઉદય,સૌરભ અને અભય સાથે મળીને વાંચવાનું નક્કી કર્યું હતું.