ગુલામ – 11 લેખક – મેર મેહુલ (અમદાવાદમાં નોકરી) ફેબ્રુઆરી, 2019, દિવની ટ્રીપ સપ્ટેમ્બરમાં થઈ હતી, એ ટ્રીપ પછી અભય અને તેનાં પિતા વચ્ચે બે અઠવાડિયા સુધી અબોલા રહેલાં. ત્યારબાદ અભયનો ગુસ્સો શાંત થયો એટલે તેણે જ સામેથી પોતાનું વર્તન સુધારી લીધેલું. ત્યારબાદનાં ચાર મહિના અભયે રીંગણી, કપાસ અને ઘઉં જેવાં પાકોમાં પાણી આપવું, દવા છાંટવી, રાત્રે પાકોનું ધ્યાન રાખવું જેવાં કામોમાં જ આપ્યાં હતાં. ડિસેમ્બરની ગુલાબી ઠંડીમાં અભયે કૉલેજનાં અને ગામનાં દોસ્તોને બોલાવી રાત્રે ઓળાનો પણ પ્રોગ્રામ બનાવ્યો હતો. એ રાત્રે બધાએ તાપણું કરીને મોડી રાત સુધી વાતો કરી હતી. જો કે ત્યારે અભયે તેનાં પિતા વિશે એક