ગુલામ – 10 (અભયની વાતો) દસ મિનિટ સુધી બધાં કૂદતાં રહ્યાં. આખરે અભયે સોંગ બંધ કર્યા અને પાળીનાં કાંઠે જઈને ચુપચાપ બેસી ગયો. અભયને અચાનક ચુપ થઇ ગયેલો જોઈને બધાંને આશ્ચર્ય થયું. એક પછી એક બધાં અભય પાસે પહોંચવા લાગ્યાં. અભય બે પગ વચ્ચે માથું દબાવીને બેઠો હતો. “હૂ થયું અલા ?” ઉદયે તેની પાસે બેસીને, ખભા પર હાથ રાખીને પૂછ્યું, “ હાલને, ગરબા નથી લેવા ?” અભયએ કંઈ જવાબ ન આપ્યો. “હૂ થયું ઇ તો કે !” જીગાએ પુછ્યું. અભય હજી મૌન જ હતો. “માથું ઊંચું કરાય તો એનું” જીગા કહ્યું. ઉદયે બે હાથ વચ્ચે અભયનું