આંગળિયાત... - 3

(23)
  • 4k
  • 2k

ભાગ..5 આંગળિયાત આગળ જોયું આપણે રચીત અને લીનાના ગોળ-ધાણા ખાઈસંબંધ નકકી થઈ ગયો. મંજુબેન એના મુંઝવણ ભર્યાં રદયે લગ્નની તૈયારી શરૂ કરી દીધી બીજા દિવસથી..અઠવાડિયામાં ખરીદીનું કામ પતાવ્યું, આજ રાત્રે મહેમાનોનું લીસ્ટ કરવાનું હતું. ઘરના ચારેય સભ્યો મળી મહેમાનોનું લીસ્ટ બનાવવાનું શરૂ કર્યું....."જય, તારા ફ્રેન્ડસના નામ લખાવ..!" જયે એના ફ્રેન્ડના નામ લખાવ્યા, લીનાએ એની ફ્રેન્ડસના નામ લખાવ્યા, ભરતભાઈ એ એના સ્ટાફ અને સગા-સબંધીના નામ યાદ કરી કરીને લખ્યા,મંજુબેને એના પીયરીયાના નામ લખ્યાં,એમની સહેલી,મહીલા મંડળ, અને છેલ્લે ભરતભાઈએ ફરી કોઈ બાકી તો નથી રહી જતું એ ચેક કર્યુ લીસ્ટમાં ..લીના અને જય એના ઓરડામાં જતાં રહ્યા. મંજુબેન ફરી એની મુંઝવણ ઠાલવતાં ભરતભાઈને કહયું..."હું, શું કહું છું...!?