ઋતુસ્ત્રાવ એક સમજણ

(14)
  • 4.6k
  • 2
  • 1.6k

ચારેકોર ડુંગરોની હારમાળા પથરાયેલી હતી.આ ડુંગરોના તટમાં પક્ષીના માળા સમાન નાનકડું ગામ આવેલું હતું.છૂટા છવાયા અને માટી, વાંસ, લાકડાં અને નળીયા થકી નમીને જ ઘરમાં પ્રવેશ કરી શકાય એવા દરવાજાવાળા નાનાકડા ઘર હતા.રોજ સવાર પડે એટલે હું નર્મદા બકરાં લઈને આ ડુંગરોને ખોજતી ફરતી. હજુ તો હું બાર વર્ષની છું, નિશાળે ભણવા જાવ છું, પણ ક્યારેક ક્યારેક હું ઘરે જ રોકાય જાવ છું.ઘરમાં અમે ચાર ભાઈ બહેન છીએ. એમાં હું સૌથી મોટી છું.મારા માબાપ તો રોજગારી અર્થે બહાર ગામ જ હોઈ છે.બે મહિને એકવાર ઘરે આવે અને ઘરવખરી આપી જાય.એટલે મારા નાના ભાઈ બહેનની જવાબદારી મારા જ માથે. એમને