હાર્ટબીટ

(11)
  • 3k
  • 952

હાર્ટબીટ મેડિકલ કોલેજ ની કેન્ટીન એટલે એક એવું સ્થળ કે જે સંબંધો ના ગૂંથાતાં તાણાંવાણાં અને એ તાણાંવાણાંમાંથી રચાતી સ્નહગાંઠ અને અંતે એમાંથી પરિણમતા અતૂટ સ્નેહ બંધન નું સાક્ષી હતું. આ કેન્ટીન માં છેલ્લે ધીમે ધીમે ચ્હાની ચૂસકીઓ લઈ રહેલા સ્નેહ ની નજર વારે વારે મોબાઇલ ફોન ની સ્ક્રીન પર જતી હતી, બહુ આતુરતા પૂર્વક કોઈના મેસેજ ની એ રાહ જોઈ રહ્યો હતો. આજે પણ સ્ક્રીન પર ‘હાર્ટબીટ’ નો મેસેજ ના આવ્યો. નિરાશાભરી નજર ને મોબાઇલ ફોન ની સ્ક્રીન પર ઠેરવી એ ભૂતકાળ ની ગર્તા માં ધકેલાઇ રહ્યો હતો. મેડિકલ સ્ટુડન્ટ માટે ઈન્ટર્નશીપ એટલે એમબીબીએસ ના અભ્યાસક્રમ ની