ગુલામ – 6

(65)
  • 4.1k
  • 5
  • 2.1k

ગુલામ – 6 ( પિતા સાથેનું શીતયુદ્ધ) અભયે તેનાં પિતા સાથે આંખ મેળવવાનું ટાળ્યું અને જમવા માટે હાથ-પગ ધોવા ચાલ્યો ગયો. હાથ-પગ ધોઈને એ રૂમાલ તરફ વળતો હતો ત્યારે તેનાં પિતાએ અવાજ આપ્યો, “અભય, આયા આવતો” અભય થંભી ગયો. તેનાં હૃદયની ધડકન આપોઆપ વધવા લાગી. ગભરામણને કારણે તેનાં શરીરે પરસેવો છૂટવા લાગ્યો. ડરતો ડરતો એ ખાટલા નજીક આવ્યો. નજર જમીન સાથે જકડીને એ ઉભો રહ્યો. “જન્માષ્ટમીનું શું નાટક છે ?” ભુપતભાઇએ ભારેભરખમ અને તીખાં અવાજે પુછ્યું, “ખબર નથી તારાં ભાભીનું શ્રીમંત છે” “મેં બા હારે વાત કરી હતી બાપા” અભયે હિંમત કરીને કહ્યું, “બે દિવસ હું તૈયારીમાં નય