કેલેન્ડર નો અજબ ઇતિહાસ

  • 4.2k
  • 1.2k

કેલેન્ડર નો અજબ ઈતિહાસ નમસ્કાર મિત્રો....વિક્રમ સવંતમાં ગુજરાતી નવું વર્ષ આવ્યું અને અંગ્રેજી નવું વર્ષ હવે પછી બદલાશે ત્યારે મને થયું કે આ વર્ષોની કમાલ ધરાવતા અંગ્રેજી અને ગુજરાતી કેલેન્ડરના અજબ ગજબ પણ રસપ્રદ ઇતિહાસની જ વાતો આજે આપણે માણીએ. તો આવો પ્રથમ જાણીએ ગુજરાતી કેલેન્ડરની રોચક વાતો.....અને પછી માણીએ અંગ્રેજી કેલેન્ડરનો અજબ ઈતિહાસ ...... ગુજરાત રાજ્યમાં ખ્રિસ્તી સંવતની શરૂઆત ઈ.સ.૧૮૧૮ થી થઇ.તે પહેલા વિક્રમ સંવત જ પ્રચલિત હતો.ખાસ કરીને આઝાદી પછી ઇસવી સન વધારે પ્રચલિત બનતા વિક્રમ સંવત અને બીજા પ્રાચીન સંવતોનો ઉપયોગ બહુ ઓછો થયો કે બંધ થઇ ગયો. ‘સંવત્સર’ શબ્દનું સંક્ષિપ્ત રૂપ કે જેનો અર્થ વર્ષ થાય તે ‘સંવત’શબ્દ આમ તો ઇતિહાસની