પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૭રેતાએ રોડ પર ચમકતી વસ્તુ જોઇ. તેને લાગ્યું કે એ કાચના ટુકડા છે. સૂર્યના કિરણો તેના પર પડી રહ્યા હતા. એ કાચ કોઇ અકસ્માતમાં પડ્યા હોય શકે. તેણે કારને રોડની બાજુ પર લેવા કહ્યું. રોડ બહુ સાંકડો હતો. બંને તરફથી વાહનોની અવરજવર થતી હતી. ડ્રાઇવરે થોડે દૂર જઇ એક જગ્યાએ મુશ્કેલીથી કારને અડધી રોડ પર અને અડધી રોડની બાજુની કાચી જગ્યામાં પાર્ક કરી. તેણે બંનેને રોડ તરફ જ ઉતરવા તાકીદ કરી. બીજી બાજુ ઊંડી ખાઇ હતી. રેતા અને રિલોક કારમાંથી ઉતરીને કાચ પડ્યા હતા ત્યાં પહોંચ્યા. એક ટ્રક આવી એટલે તેની નજીક જતાં અટકી ગયા.રેતા