લાડલી

(13)
  • 2.5k
  • 926

લાડલી (ડૉ. નિલેષ ઠાકોર) “પપ્પા, મારી સાથે ફૂલ રેકેટ રમવા બહાર આવશો ?” હાથ માં નાનાં નાનાં ફૂલ રેકેટ પકડી ને ફૂલ જેવા ખીલેલા ચહેરા સાથે 3 વર્ષ ની પરી ઉત્સાહપૂર્વક પોતાના પપ્પા ને આજીજી કરી રહી હતી. “બેટા, પપ્પા થોડા કામ માં વ્યસ્ત છે, હમણાં કામ પતે એટલે તરત આવું બેટા !” પરી સામે જોયું ના જોયું કિરીટભાઈ પોતાના કામ માં વ્યસ્ત થઈ ગયાં. પરી ને ખીલેલો ચહેરો જરા વિલાઈ ગયો, પણ જાણે પરી મોટી થઈ ગઈ હોય એમ મન મનાવી ને એકલી એકલી જ પોતાના પ્રાંગણ માં પોતાના પપ્પાના આવવાની રાહ જોતાં જોતાં રમવા લાગી. સાંજ હવે ધીમે