ગુલામ – 5

(69)
  • 4.1k
  • 4
  • 2k

ગુલામ – 5 ( જન્માષ્ટમીની તૈયારી અને ભાભીનું શ્રીમંત -2 ) અભયે ખડકી ખોલી એટલે ગઈ કાલની જેમ જ અશોકભાઈ અને પ્રવીણભાઈ ખાટલામાં બેઠાં હતાં. ચાની રકાબી નીચે પડી એટલે પોતે ગઇકાલ કરતાં આજે મોડો છે એ સમજી ગયો હતો. “ત્રણસો માણસોની રસોઈનું એસ્ટીમેટ કઢાવ્યું છે” ભુપતભાઇએ કહ્યું, “મીઠાઈમાં મોતીચુર ચાલશેને ?” સામે બેઠેલાં બંને વ્યક્તિએ યંત્રવત માથું ધુણાવ્યું. અભય તેનાં ભાભી પાસે ગયો, તેનાં ભાભીએ ઘૂંઘટ તાણેલો હતો. “કંઈ તારીખ આવી ?” અભયે જિજ્ઞાસાવશ પુછ્યું. “હાતમ” ભાભીએ શરમાઈને કહ્યું. ‘આઠમનાં દિવસે જન્માષ્ટમી છે અને સાતમનું શ્રીમંત છે, બંનેને એક સાથે જ આવવું હતું’ અભય મનમાં બબડ્યો. પછી