આંગળિયાત... - 2

(24)
  • 3.6k
  • 2k

ભાગ 4 આંગળિયાત આગળના ભાગમાં જોયું લીનાને જોવા મહેમાન આવી ગયાછે,હવે આગળ જોઈશું. મંજુબેન ,ભરતભાઈ, ગીતાબેને, શીલાબેન, શરદભાઈ, રીશીત અને ગૌરી બધાં પોતપોતાનાં કામ વિષે તો કોઈ ન કોઈ ઓળખાણ વિષે વાત કરતાં હતાં. રચીત વચ્ચે વચ્ચે ટાપસી પૂરાવી લેતો હતો. ગીતાબેને મંજુબેનને ઈશારો કરી લીનાને ચા નાસ્તો લઈ બહાર બોલાવવા કહયું. મંજુબેન રસોડામાં ગયાં અને લીનાને ચા અને નાસ્તાની ટ્રે લઈ સાથે જ લઈને બહાર આવ્યા.શીલાબેન અને ગૌરી લીનાને આવતા જોઈ રહ્યા બંનેને પહેલી નજરમાં જ લીના ગમી ગઈ, લીનાએ આવી બધાંને એક સરસ સ્માઈલ સાથે 'જય શ્રીકૃષ્ણ' કર્યાં ...શીલાબેન અને ગૌરીએ પોતાની વચ્ચે લીનાને બેસવા મટે જગ્યા કરી આપી,લીના ત્યાં બેઠી અને સામેની