અમદાવાદ..... એક ધમધમતું શહેર... મોટી મોટી બિલ્ડીંગ્સ, રાત દિવસ ભીડ વાળા રસ્તા.... રાત તો જાણે ફરી દિવસ ચાલું થયો હોય એમ લાગે.....ફાસ્ટ એન્ડ બીઝી લાઈફ સ્ટાઈલ.... જાણે કોઈ એકબીજાને ભાવ પૂછવા પણ નવરું ન હોય એમ લાગે... સિવાય કીટી પાર્ટી વાળી લેડીઝ....,? દેશી ભાષામાં કહીએ તો ઓટલા બેઠકનું નવું વર્ઝન...... આરુષિ ફરી પોતાની અમદાવાદની દુનિયામાં પાછી આવી ગઈ... " પપ્પા...................... મીસ યુ સો મચ........મમ્મી શું કરે છે.........? મને બહુ જ ભૂખ લાગી છે..." ઘરમાં આવતા જ આરુષિની બૂમો શરું થઈ