આપણે આગળ જોયું કે વીરસંગને ચતુરદાઢી કપટ કરી મારી નાંખે છે. શ્યામલીની તો મંદિરમાં પૂજા ચાલી રહી છે.રૂકમણીબાઈ તો ખોટું થવાની આશંકાએ જ રડી રડી બેહોશ બની લાશની માફક ઢળી પડી છે રળિયાત બાના ખોળામાં...હવે આગળ.. વીરસંગ તરફડિયા મારતો મારતો કાળ નજરે લોહી ભરેલી આંખે ચતુરદાઢીને એકીટશે જોવે છે. વીરસંગ કાંઈ બોલે એ પહેલા જ આરપાર વિંધાયેલી તલવારને સોંસરવી શરીરને ફાડી નાંખતી જોઈ ચતુરદાઢી અટહાસ્ય કરતો કહે છે કે "બધા નિયમો અને પરંપરામાં તારે ફેરફાર જ કરવા હતા ને ! હવે કરજે ભગવાનને દ્રારે જઈ તારી ઈચ્છાની પરિપૂર્તિ. તારો બાપ પણ ગાદીએ બેસી ન શકયો એમાં પણ હું જ