ગુલામ – 4

(73)
  • 5.2k
  • 4
  • 2.5k

ગુલામ – 4 ( જન્માષ્ટમીની તૈયારી અને ભાભીનું શ્રીમંત -1 ) સાડા આઠ વાગ્યે ફાળો ઊઘરાવવાનું બંધ કરીને બધાં દોસ્તો ચોરે આવીને એકઠાં થયાં. રાજદીપની પાસે રૂપિયાનો હિસાબ હતો, ઉદય પાસે પહોંચ બુક હતી. બંને આજનો હિસાબ મેળવી રહ્યાં હતાં. “સાતસોને વિશ રૂપિયા થયાં આજે” ઉદયે સરવાળો કરીને કહ્યું. “બરોબર છે” રાજદીપે કહ્યું અને પછી એક પચાસની નોટ કરણ તરફ ધરીને વાત આગળ વધારી, “લે ભાઈ, તું બીડી અને માવા લાવ્યો હતો એનાં” “પચાસ રૂપિયા બાદ કરતાં, છસ્સોને સિત્તેર વધ્યા” ઉદયે હિસાબ કર્યો, “જન્માષ્ટમીને આડા હજી દસ દિવસ છે, જો આમ જ ફાળો મળશે તો સાત-આઠ હજાર જ થશે”