શબ્દ-ઔષધિ જીવનને જીવવા જેવું બનાવીએ - 1

  • 5.4k
  • 2.1k

શબ્દ-ઔષધી આજનો શબ્દ "હું" જીવન-આનંદ કે, આજીવન નિજાનંદમાં રહેવા માટે દરેકે-દરેક વ્યક્તિએ સૌથી પહેલા આ "હું" ને સારામાં-સારી રીતે અને પૂરેપૂરો સમજવો, ઓળખવો તેમજ આ "હું" જીવનભર દુઃખી ન થાય, અવળે રસ્તે ન જાય, તે પ્રમાણે સાચવવો અત્યંત જરૂરી છે. અહીં, સાચવવાનો મતલબ.. મારે મારા પૂરા જીવનકાળમાં મારા વાણી કે વર્તનથી કોઈ એવું કામ ન કરવું જોઈએ, કે જેનાથી જરા પણ "હું" બદનામ થાય, કે "હું" ને ભોગવવું પડે. કે પછી આ "હું" ને લીધે કોઈનું અહિત થાય.માટે મારે એ "હું" ની ડગલેને-પગલે સંભાળ રાખવાની છે.હા, શરૂઆતમાં તકલીફ ચોકકશ પડશે, કેટલુંય જતું કરવું પડશે, કેટલુંય ભૂલવું પડશે, નીરસ જિંદગીને પણ ખુશી-ખુશી માણતા શીખવું પડશે. હા..બાકી, આ બાબતને લઈને જો શરૂઆતમાં